આ સમાજનો ઉલ્લેખ રામાયણ ગ્રંથમાં રામ કેવતનો પ્રસંગ અને મહાભારતના ગ્રંથમાં ધીવર શબ્દનો ઉપયોગ જે ગ્રંથમાં કરવામાં આવ્યો છે તેના હમો વંશજ છીએ. અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
ધીવર સમાજ, માનવ ઇતિહાસમાં પ્રાચીનકાળથી પોતાનું અસ્તિત્વ ધરાવતો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તે પોતાની બહોળી વસ્તી ધરાવે છે. આમ તે દક્ષિણ ગુજરાતમાં જ નહિ પરંતુ સમસ્ત ગુજરાતના ખૂણે ખૂણે અને એટલું જ નહિ, સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તરીને વસેલ છે. અન્ય સમાજની તુલનામાં તે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી આત્મનિર્ભર બનતો રહ્યો છે.
આમ સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ ટેકનિશ્યનોથી વધુને વધુ વિભુષિત બનતો જાય છે. આજે સમગ્ર સમાજના ભાઇઓ-બહેનોની સામાજીક, આર્થિક, નૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક તથા કેળવણી વિષયક બાબતોની પ્રગતિ સાધી સતત પ્રયત્નશીલ છે.
વખતોવખત સાંસ્કૃતિક કાર્યક્રમ, સામાજીક પ્રવૃત્તિઓ, સ્નેહમિલન સંમેલનો યોજાયા, રમત-ગમતની હરીફાઇ યોજવી તેમજ પારીવારીક માહિતી એકત્ર કરી યોગ્ય સંકલન કરી માહિતી પુસ્તિકા બનાવવી, સમાજ સંગઠન, સંય, સહકાર અને ઉત્કર્ષ, વિકાસ અને પ્રગતિ માટેના આયોજન કરવા. સામાજીક અને આર્થિક વિકાસની તક પૂરી પાડવી, માર્ગદર્શન આપવા તેમજ સમાજમાંથી કોઇપણ ક્ષેત્રે વિકાસ સાધી, સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને અભિનંદન, સન્માન પત્ર તથા અન્ય રીતે પુરસ્કૃત કરી પ્રોત્સાહન કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.