સ્વ.દિવળીબેન લાલજીભાઈ ભાઠાવાલા પ્રેરણાથી તથા મુરબ્બી લાલજીકાકા શુભ આશિર્વાદ અને સહયોગથી સુરત વિભાગની નિરાધાર બેહેનો માટે છેલ્લા ૧૬ વર્ષથી નિરાધાર સહાય યોજના જેવી પુણ્ય્શાળી યોજના સુરત સ્થાળાતારિત (SDSWT) દ્રારા પાર પાડવામાં આવી રહી છે. આ યોજના અન્વયે સહાય પેટે દર ચાર મહિને ધઉં – જુવાર, ચોખ, દાળ, કઠોર, ચા – ખાંડ, તેલ, સાબુ જેવી જીવનજરૂરિયાતની વસ્તુ આપવામાં આવે છે. વર્ષે એક્વાર સાડી, મિઠાઈ અને બે વર્ષે એક વાર ધાબળા નું વિતરણ કરવામાં આવે છે. એક નિરાધાર વ્યકિતની વાર્ષિક સહાય કીટની કિંમત અંદાજીત સાત હજાર રૂપિયા જેટલી થાય છે. ચાલો પરમક્રૂપાળુ પરમાત્મા એ આપણને બે ટંક પુરૂ ખાવા તથા અન્ય સુખ – સામ્રગી પ્રદાન કરેલ છે. તો આપણા પરિવરની નિરાધર વ્યકિતની જવાબદારી લેવા સહયોગ કરીએ. એક વ્યકિતની જવાબદારી આપણે લઈએ અને સમાજનું / પરિવારનું રૂણ અદા કરીએ.
સમાજના જરૂરિયાત મંદ/ગરીબ દર્દી જેમનો હોસ્પીટલ તથા દવાનો ખર્ચ દર્દીની પરિવારજનો સકય ન હોય એવા ગરીબ પરિવાર જનોને શ્રી અખિલ ભારત ધીવર સમાજ તરફથી રૂ/.૧૦,૦૦૦.૦૦/- તબીબી સહાય પેટે ચુકવવા માટેનું સુંદર આયોજન કરેલ છે.
સભાસદ પોતે અથવા એમના પાલ્ય પુત્ર / પુત્રી હાયર એજયુકેશનમાં ભણતા હોય તો એમને દર વર્ષે રૂ/.૨૫,૦૦૦.૦૦/- વગર વ્યાજની લોન આપવમાં આવે છે. ગ્રેજયુએશનનાં ૪ વર્ષ તથા પોસ્ટ ગ્રેજયુએશનનાં ૨ વર્ષ ટોટલ ૬ વર્ષમાં એક વિધાર્થીને રૂ/. ૧,૫૦,૦૦૦.૦૦/- જેટલી વગર વ્યાજની લોન આપવામાં આવે છે. બે વિધાર્થી ભણતા હોય તો રૂ/. ૩,૦૦,૦૦૦.૦૦/- લોન સ્વરૂપે સભાસદની હયતીમાં આપવામાં આવે છે.
Facebook
Google
or