શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટ | સમાજની પ્રવુતિ

Activity

નિરધાર સહાય યોજના

                   સ્વ.દિવળીબેન લાલજીભાઈ ભાઠાવાલા પ્રેરણાથી તથા મુરબ્બી લાલજીકાકા શુભ આશિર્વાદ અને સહયોગથી સુરત વિભાગની નિરાધાર બેહેનો માટે છેલ્લા ૧૬ વર્ષથી નિરાધાર સહાય યોજના જેવી પુણ્ય્શાળી યોજના સુરત સ્થાળાતારિત (SDSWT) દ્રારા પાર પાડવામાં આવી રહી છે. આ યોજના અન્વયે સહાય પેટે દર ચાર મહિને ધઉં – જુવાર, ચોખ, દાળ, કઠોર, ચા – ખાંડ, તેલ, સાબુ જેવી જીવનજરૂરિયાતની વસ્તુ આપવામાં આવે છે. વર્ષે એક્વાર સાડી, મિઠાઈ અને બે વર્ષે એક વાર ધાબળા નું વિતરણ કરવામાં આવે છે.          

એક નિરાધાર વ્યકિતની વાર્ષિક સહાય કીટની કિં
મત અંદાજીત સાત હજાર રૂપિયા જેટલી થાય છે...  

તબીબી સહાય

શ્રી અખિલ ભારત ધીવર સમાજ 
સમાજના જરૂરિયાત મંદ/ગરીબ દર્દી જેમનો હોસ્પીટલ તથા દવાનો ખર્ચ દર્દીની પરિવારજનો સકય ન હોય એવા ગરીબ પરિવાર જનોને શ્રી અખિલ ભારત ધીવર સમાજ તરફથી રૂ/.૧૦,૦૦૦.૦૦/- તબીબી સહાય પેટે ચુકવવા માટેનું સુંદર આયોજન કરેલ છે.

શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટ
શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્રારા તબીબી સહાય યોજના ચલાવવામાં આવે છે. 
સભાસદને ક્રીટીકલ માંદગીમાં રૂ/.૪૦,૦૦૦.૦૦/- ની વગર વ્યાજની લોન...

સર્વાગી વિકાસ યોજના

સર્વાગી વિકાસ એટલે સમાજનો ભૌતિક તથા બોધિક વિકાસ સમાજના દરેક વર્ગનો વિકાસ. સમાજના ભૌતિક વિકાસ માટે સમસ્ત સમાજ જનો સંગઠીત બની એક્બીજાને સહકાર પુરો પાડવો તથા સરકારી તેમજ અન્ય સમાજ – સેવી સંસ્થના સહયોગથી સમાજના ગરીબ વર્ગને ભૌતિક રીતે સમુહ્ય બનવા જરૂરી મદદરૂપ થવાનું આયોજન કરેલ છે.                    

સૌપ્રથમ સમાજની પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં યોગદાન કરી મનુષ્યની મુળ જરૂરિયાત આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી. સમજદાર માનવ પરંપરા બનાવવાની શરૂવાત કરવી. સમાજીક તમામ પ્રશ્નોનું નિકાલ સમજ (જ્ઞાન) થકીજ શકય હોય તેના માટે સર્કિય બનવા હાકલ છે. 

સભાસદ મૃત્યુ સહાય યોજના

સમાજના સભાસદનું અવસાન થાય તો પરિવારને લગભગ રૂ./ ૭,૫૦,૦૦૦/ રકમની સહાય કરવામાં આવે છે.

શૈક્ષણિક સહાય યોજના

સમાજે આ હેતુસર એક આગવું ફંડ ઉભું કર્યું છે. જેનું સંચાલન શિક્ષણ મંડળ ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવે છે.આ યોજનામાં તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને યોજનાના નિયમો અનુસાર જ સહાય કરવામાં આવે છે.

વાર્ષિક સ્નેહ મિલન / ચિંતન શિબિર

સમાજ દરેક મંડળો દ્રારા તેજસ્વી તારલાનું સન્માન, કેળવણી સહાય, સમાજીક મુદ્દાની ચર્ચા – વિચરણા માટે વાર્ષિક સ્નહે મિલન / ચિંતન શિબિર નું આયોજન થાય છે. જેમાં સમાજ જનો ખુબજ ઉત્સાહ પૂર્વક એક્બીજા સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી, સમાજ પ્રગતિમાટે પોતનું યોગદાન કરે છે.
image1

સમૂહ લગ્ન પ્રોત્સાહન

સમાજમાં સમૂહલગ્નના આયોજનને ઉત્તેજન આપી  સહુ તેમાં જોડાય તે અર્થે મંડળ તરફથી ભાગલેનાર કન્યા ને જીવન જરરી ભેટ આપવામાં આવે છે.

ટીફીન સર્વીસ

સુરત શહેરમાં ઉચ્ચ તબીબી સારવાર અર્થે આવનાર અન્ય ગામ, શહેરથી આવતા દર્દી તથા તેમના પરિવાર જનો માટે ચાનાસ્તા તથા ભોજનની સુંદર વ્યવસ્થનું આયોજન શ્રી ધીવર સમાજ વેલફેર ટ્રસ્ટ (SDSWT) દ્રારા કરવામાં આવેલ છે.
કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ટીફીન સર્વીસ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

સંપક સૂત્ર :- ૯૮૯૮૬ – ૧૫૦૩૧
શ્રી જંયતિભાઈ આર. ઢીંમર

રકત દાન

સુરતમાં રકતની જરૂરિયાત મંદ દર્દીને સુરતના સ્વંયસેવી શ્રી યોગેશભાઈ ઢીંમર દ્રારા રકતની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.                 
મહાવીર હોસ્પીટલ દાખલ થયેલ દર્દીઓ કોઈ પણ પ્રકારની મદદ માટે શ્રી રમેશભાઈ કેવટનો સંપર્ક કરવો.
 
સંપક સૂત્ર :-
શ્રી યોગેશભાઈ ઢીંમર૯૮૨૫૧૭૧૩૮૧
શ્રી રમેશભાઈ કેવટ : ૯૯૨૫૭૭૦૮૬૪ 

કેળવણી લોન :

સભાસદ પોતે અથવા એમના પાલ્ય પુત્ર / પુત્રી હાયર એજયુકેશનમાં ભણતા હોય તો એમને દર વર્ષે રૂ/.૨૫,૦૦૦.૦૦/- વગર વ્યાજની લોન આપવમાં આવે છે. ગ્રેજયુએશનનાં ૪ વર્ષ તથા પોસ્ટ ગ્રેજયુએશનનાં ૨ વર્ષ ટોટલ ૬ વર્ષમાં એક વિધાર્થીને રૂ/. ૧,૫૦,૦૦૦.૦૦/- જેટલી વગર વ્યાજની લોન આપવામાં આવે છે. બે વિધાર્થી ભણતા હોય તો રૂ/. ૩,૦૦,૦૦૦.૦૦/- લોન સ્વરૂપે સભાસદની હયતીમાં આપવામાં આવે છે.


તબીબી (મેડીકલ) લોન  :...